ચાલો ચાલોરે ધર્મવંશીને દ્વાર, સાહેલી માગીયે મોક્ષને૩/૪

પદ ૮૬૫ મું(૩/૪)
 
 
ચાલો ચાલોરે ધર્મવંશીને દ્વાર, સાહેલી માગીયે મોક્ષને;
આજ એ વિના મોક્ષ બીજે નથી, એ છે કળીમારે મુક્તિના દેનાર.  સાહે. ૧
ભક્તિ ધર્મનો પ્રગટ પ્રતાપ છે, આજ પ્રગટરે ધર્મસુત ઘનશ્યામ;  સાહે.
આપે મોક્ષ સર્વ નરનારીને, કાપી કર્મને આપે નિજ ધામ.  સાહે. ૨
સખી થઇએ ધર્મકુળ આશરે, નહિતો મારશેરે જમ બાંધીને માર;  સાહે.
ધર્મવંશી વિના આ સંસારમાં, બીજો નથીરે છોડાવણ હાર.  સાહે. ૩
બીજા પંથને મત બહુ ખોળીયા, દેવ દેવીરે પૂજ્યાં કરી પ્રીત.  સાહે;
ધર્મવંશી વિના ત્રણ લોકમાં, ક્યાંયે ન મળેરે કલ્યાણની રીત.  સાહે. ૪
એમ જાણી મોટા સંત ભૂપતિ, સેવે પ્રિતેરે ધર્મવંશીનાં ચરણ;  સાહે;
પ્રેમાનંદનો સ્વામી ધર્મવંશમાં, આજ પ્રગટરે પ્રભુ ભવદુ;ખહરણ .  સાહે. ૫ 

મૂળ પદ

સખી ધન્ય ધન્યરે ભૂતળ ભગવાન, પ્રગટ થઇ શ્રીહરિ વિચરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0