જેના દર્શન દુર્લ્લભ દેવને, જેને નિગમ રે નેતિ કહી ગાય; ૨/૪

પદ ૮૬૮ મું(૨/૪)
 
જેના દર્શન દુર્લ્લભ દેવને, જેને નિગમ રે નેતિ કહી ગાય;  દર્શ. ટેક.
તેતો પ્રગટ થયા સુખ આપવા, વ્રજજીવનરે વહાલો વૈકુંઠરાય.  દર્શ. ૧
આ ઉભા હરિ મારે આંગણે, જગજીવનરે જગનો આધાર;  દર્શ.
મેં તો નિરખીને રાખ્યા નેણમાં મનમોહન રે મારા હૈડાનો હાર.  દર્શ. ૨
જેનું શિવ સનકાદિ ધ્યાન ધરે, શુક નારદરે સેવે જેના ચરણ;  દર્શ;
જેને શારદ શેષ રટે નીત, તેને નિરખીરે ઠરે મારાં નેણ.  દર્શ. ૩
વહાલો અધમઓધારણ પ્રગટ્યા, પતિતોને રે ઉતારવા પાર;  દર્શ.
પ્રેમાનંદ વહાલાજીને વારણે, વારે તન મનરે ધન વારમવાર.  દર્શ. ૪ 

મૂળ પદ

વારી જાઉં વહાલાજીને વારણે, સુખદાયકરે વહાલો સુંદર શ્યામ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી