કરું પ્રથમ પ્રણામ સંભારી રે, સહજાનંદ સ્વામી ૧/૧

કરું પ્રથમ પ્રણામ સંભારી રે, સહજાનંદસ્વામી;
		વંદું જુગલ ચરણ ઉર ધારી રે, સહજાનંદસ્વામી	...૧
તમે ભલે પ્રગટયા ભવમોચન રે-સ૦ તમે નિજ જન આનંદ લોચન રે	-સ૦ ૨
થયા કરુણા કરી દૃગ ગોચર રે-સ૦ સહુ જાણે ખેચર ભૂચર રે		-સ૦ ૩
તમે પુરુષોત્તમ સુખરાશી રે-સ૦ સદા અક્ષરધામ નિવાસી રે		-સ૦ ૪
તમે સર્વોપરી સુખકંદ રે-સ૦ તમને સેવે મુક્ત મુનિ વૃંદ રે		-સ૦ ૫
તમે ક્ષર અક્ષરના સ્વામી રે-સ૦ સર્વ વ્યાપક અંતરજામી રે		-સ૦ ૬
તમે કૈવલ્યપતિ સુખરૂપ રે-સ૦ સર્વે મુક્તતણા છો ભૂપ રે		-સ૦ ૭
તમે દિવ્ય તનુ સાકાર રે-સ૦ મહા તેજતણા આગાર રે		-સ૦ ૮
અતિ દિવ્ય ને આચરજકારી રે-સ૦ એક બેઠક નાથ તમારી રે		-સ૦ ૯
એક તેજ સમૂહ અતિ ભારી રે-સ૦ અધો ઊર્ધ્વ મધ્ય દિશી ચારી રે	-સ૦ ૧૦
અવિતર્ક્ય અતિ અપ્રમાણ રે-સ૦ એ તેજ સમૂહ સુજાણ રે		-સ૦ ૧૧
તે તેજમાં એક છબી ધામ રે-સ૦ દિવ્ય રત્ન મંડપ અભિરામ રે		-સ૦ ૧૨
તેમાં દિવ્ય પલંગ છબી ન્યારી રે-સ૦ નિજ જન લોચન અઘહારી રે	-સ૦ ૧૩
તેમાં આપ બિરાજો છો રાજ રે-સ૦ ચારે પાસ મહામુક્ત સમાજ રે	-સ૦ ૧૪
લઈ ષોડશ પૂજા પ્રકાર રે-સ૦ તમને પૂજે છે કરી પ્યાર રે		-સ૦ ૧૫
પઢી પુરુષસુક્ત મહામંત્ર રે-સ૦ કરે સ્તવન સર્વે સ્વતંત્ર રે		-સ૦ ૧૬
એ ધામ છે સહુથી આઘું રે-સ૦ નહિ કાળ માયાનું ત્યાં લાગું રે		-સ૦ ૧૭
સર્વે ધામથી શ્રેષ્ઠ વિશેખે રે-સ૦ સુરમુનિ સ્વપને નવ દેખે રે		-સ૦ ૧૮
એ તો અક્ષર માંહિ છબી નોખી રે-સ૦ ત્યાં આપ બિરાજો છો શોખી રે	-સ૦ ૧૯
મહા દુર્લભ દરશન દેવ રે-સ૦ જાણે વિરલા કોઈક ભેવ રે		-સ૦ ૨૦
શું વર્ણવું મહિમા અગાધ રે-સ૦ નવ પહોંચે મન વાણી વિવાદ રે	-સ૦ ૨૧
બીજાં અસંખ્ય ધામ ઓરા એથી રે-સ૦ તે સારુ નિગમ કહે નેતિ રે	-સ૦ ૨૨
ત્યાંથી આપ પધાર્યા નાથ રે-સ૦ મોટી કૃપા કીધી અમ માથ રે		-સ૦ ૨૩
જડ ચિદ પ્રકૃતિ બે કહાવે રે-સ૦ અપાર છે પાર ન પાવે રે		-સ૦ ૨૪
તેના આત્મા છો અંતરજામી રે-સ૦ કર્તાહર્તા પાલક બહુનામી રે		-સ૦ ૨૫
કાળ માયા પુરુષ પ્રધાન રે-સ૦ તેના કારણ અતિ ગુણવાન રે		-સ૦ ૨૬
મહા તત્ત્વ થકી ત્રણ ગુણ રે-સ૦ સર્વ કારણ અતિ નિપુણ રે		-સ૦ ૨૭
ત્રણ ગુણ થકી તત્ત્વ ચોવીશ રે-સ૦ વ્યષ્ટિ સમષ્ટિ દેહ જગદીશ રે	-સ૦ ૨૮
એમ ઉત્પત્તિ સ્થિતિ લયરૂપ રે-સ૦ એવી લીલા તમારી અનુપ રે	-સ૦ ૨૯
સર્વ કારણ કર્તા આધાર રે-સ૦ એક તમે છો ધર્મકુમાર રે		-સ૦ ૩૦
મહા દિવ્ય ઐશ્વર્ય જુક્ત શ્યામ રે-સ૦ આ મૂર્તિ તમારી સુખધામ રે	-સ૦ ૩૧
સર્વે દિવ્ય સામર્થીને છપાવી રે-સ૦ પ્રેમાનંદ કહે પ્રગટ થયા આવી રે	-સ૦ ૩૨

 

મૂળ પદ

કરું પ્રથમ પ્રણામ સંભારી રે, સહજાનંદ સ્વામી;

મળતા રાગ

તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
મહિમા
Studio
Audio & Video
0
0