ગમીયોરે મારે મન ગિરિધારી૧/૪

પદ ૮૭૯ મું - રાગ સોરઠ(૧/૪)
 
ગમીયોરે મારે મન ગિરિધારી;  ગમી. ટેક
નટવરનાગર સુખનો સાગર, હરિવર હૈડાનો હાર હજારી  ગમી. ૧
કોટી કામ વારુ છબી ઉપર, રંગ રસિયો ઘનશ્યામ વિહારી.  ગમી. ૨
સુખ સંપત શામળીયો મારે, એને ભજુ બીજું સર્વે વિસારી.  ગમી ૩
પ્રેમાનંદનો નાથ મનોહર, ધર્મકુંવર સુંદર સુખકારી.  ગમી. ૪

મૂળ પદ

ગમીયોરે મારે મન ગિરિધારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી