માડીરે મને મોહન પ્યારો૨/૪

પદ ૮૮૦ મું(૨/૪)

માડીરે મને મોહન પ્યારો; માડી. ટેક.

પ્રાણથકી વહાલો વિઠ્ઠલવર, નિમખ ન મેલું હવે નાથને ન્યારો. માડી. ૧

નંદકુંવરને હું તો જોઇ જોઇ જીવું, કરી રાખું આંખડલીનો તારો. માડી. ૨

હરિવર હાર હિયાનો સુંદર, નવલ મનોહર નંદદુલારો. માડી. ૩

પ્રેમાનંદનો જીવન વહાલો, જન્મ સંગાથી છે શ્યામ હમારો. માડી. ૪

મૂળ પદ

ગમીયોરે મારે મન ગિરિધારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0