જીવનરે જોઇ જોઇને લોભાણી૪/૪

પદ ૮૮૨ મું(૪/૪)
 
જીવનરે જોઇ જોઇને લોભાણી;  જીવ. ટેક.
શી કહું શોભા સુંદર મુખની, નિરખી રવિ શશિ જ્યોત લજાણી.  જીવ ૧
કામ કાજ ઘર ધંધો ભૂલી, ફૂલી સુણી મીઠી મુખની વાણી.  જીવ. ૨
હરિવર સાથે મારું હેત બંધાણું, દામ વિના એને હાથ વેચાણી.  જીવ. ૩
પ્રેમાનંદ કહે નાથજી મારું, પ્રીત કરી લીધું ચીતડું તાણી.  જીવ. ૪ 

મૂળ પદ

ગમીયોરે મારે મન ગિરિધારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0