જીમીયે જન સુખદાઇ, ભોજન જીમીયે જન સુખદાઇ૧/૧

પદ ૯૦૭ મું – રાગ સારંગ રાજભોગનો થાલ૧/૧
 
જીમીયે જન સુખદાઇ, ભોજન જીમીયે જન સુખદાઇ.  ભોજ. ટેક.
ખટરસ ચાર પ્રકાર સુધારકે, ભક્તિ માત લે આઇ.  ભોજ. ૧
પુર્યો કનક થાર અતિ સુંદર, કંચન પાટ બીછાઇ;
છપ્પન ભોગ છતીસહુ બિંજન, રચના કહી ન જાઇ.  ભોજ. ૨
લડુવા બહુત પ્રકારકે નૌતમ, પેંડા બરફી બનાઇ;
ઘેવર ખાજા સરસ જલેબી, સૂત્રફેણી મન ભાઇ.  ભોજ. ૩
મરકી મેંસુબ સાટા ગુંજા, ગુલાબપાક ગુનદાઇ;
લુચઇ પુરી ઠોર કચોરી, બરની ન શક્યો મીઠાઇ.  ભોજ. ૪
ઘણી પાપડી પાપડ પૂડા, માલપૂવા અધિકાઇ;
સેવ સુંવારી ખીર ખાંડ ઘ્રત, જીમીયે નાથ અધાઇ .  ભોજ. ૫
મધુ મેવા અરુ માખન મીસરી, સિખરન બીરંજ સોહાઇ;
ભજીયા વડા ગુલ ગુલાબકળી ભલી, ગીનત પારકો પાઇ.  ભોજ. ૬
કેરી આદા નીંબુ મિરચી, ખારક દ્રાખ તીખાઇ;
અથાનેકો અંત નહીં તબ, રહ્યો કહત સકુચાઇ.  ભોજ. ૭
ભાજી સુંદર સરસ બની પ્રભુ, જીમો દેઉ બતાઇ;
કાશીફલ કંકોડા પરવર, સુરનકી સરસાઇ.  ભોજ. ૮
વાલોરી વૃતાંક કરેલા, કીતની કરું બડાઇ;
નયાંકો અતિ સરસ રાયતો, તુલ્ય પરીહે રાઇ.  ભોજ ૯
કઢી વડી અરુ ચના તરેલકો, સ્વાદ હે સરસ સવાઇ;
બથુવા મેથી સુવા ટાંકા, ભાજી સરસ રંધાઇ.  ભોજ. ૧૦
દાર ભાત જીમીયે સુંદર, મીસરી ગોરસમાઇ;
હોરે હોરે ગ્રાસ ભરો પ્રભુ, લાવું દૂધ ઓટાઇ.  ભોજ. ૧૧
અતિ આનંદ હોય જીમો જીવન, થાર સુનાવું ગાઇ;
પ્રેમાનંદ પનવારો જુંઠકો, દીજે પાસ બોલાઇ.  ભોજ ૧૨ 

મૂળ પદ

જીમીયે જન સુખદાઇ, ભોજન જીમીયે જન સુખદાઇ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી