તમે જમો જમો મારા ઠાકરીયા ૩/૪

 તમે જમો જમો મારા ઠાકરીયા;                                             તમે.   ટેક.

હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડું સાકરીયા.                          તમે.   ૧

પેંડા બરફી ખાજાં જલેબી, મરકી મેસુબને ઘેબરીયા;

શીરો પુરી કંસાર હરીસો, બીરંજ જમો કાના કેશરીયા.                તમે.   ૨

ભજીયા વડાં તળ્યા છે પાપડ, મીઠું જીરુ નાંખીને મરીયા;

શાક પાક સુંદર વર જમજો રાયતડાં સુંદર દૈથરીયા.                  તમે.   ૩

આંબામોરનો ભાત અનોપમ, દૂધ સાકર જમો ગિરિધરિયા;

વધે તે પ્રેમાનંદને આપો , ધર્મકુંવર રંગના ભરીયા.                   તમે.   ૪

મૂળ પદ

મારે મંદિર પધારો પ્રભુ પ્રીત કરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભૈરવી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0