આપુ પાન બીડી જમો ભક્તપતિ૪/૪

પદ ૯૨૭ મું ૪/૪

આપુ પાન બીડી જમો ભક્તપતિ;                  આપું. ટેક.
ધર્મકુંવર ઘનશ્યામ સુંદરવર, તમથી વહાલું મારે કોઇ નથી.              આપું. ૧
નાગરવેલીના પાન મનોહર, કાથો ચુનો મેલી રતી રે રતી;
તજ એલાયચી માંહી લવીંગ સોપારી, બીડી વાળી વહાલા સરસ અતિ.આપું ૨
સુંદર મુખમાં બીડી આપું, નિરખું ચકોર જ્યું ચંદ ગતિ;
પીકદાની કરું હાથ તણી મારે, ઘણારે દિવસની આશ હતી.                  આપું. ૩
તન મન વારું આરતી ઉતારું, એ વર માગું કરી વિનતિ;
ધર્મકુંવર ઘનશ્યામ ચરણમાં, પ્રેમાનંદની રહો અચલ મતિ.               આપું ૪
 

 

મૂળ પદ

મારે મંદિર પધારો પ્રભુ પ્રીત કરી;

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી