જય હરિવર સ્વામી, જય હરિવર સ્વામી ૨/૪

પદ ૯૬૦ મું ૨/૪
જય અંતરજામી જય અંતરજામી એ ઢાળ છે.
 
જયદેવ જયદેવ, જય હરિવર સ્વામી, જય હરિવર સ્વામી;સુંદર મુખ નિરખીને (૨) અવિચલ સુખ પામી; જય. ટેક.
સહજાનંદ સુખકારી, કરુણા બહુ કીધી (૨);ભવસાગરમાં બુડતા (૨) બાંહ્ય ગ્રહી લીધી . જય. ૧
શ્રીઘનશ્યામ મનોહર મૂરતિ મરમાળી (૨) ;કૃપા કરી નિજજનનાં (૨) દુઃખ નાંખ્યા ટાળી. જય. ૨
નીલકંઠ નારાયણ, હરિ કૃષ્ણ સ્વામી (૨) ;નામ રટી રટી બહુ જન (૨), થઇ ગયા નિષ્કામી. જય. ૩
ધર્મકુંવર કરુણાનિધિ, કરુના ઉર લાવી (૨) ;પ્રેમાનંદના ઉરમાં (૨) અખંડ રહો આવી. જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી