જય સ્વામી વહાલા, જય સ્વામી વહાલા૩/૪

પદ ૯૬૧ મું.૩/૪
જય સ્વામી વહાલા, જય સ્વામી વહાલા;આરતિ ઉતારું (૨), ધર્મતણાં લાલા; જય. ટેક
મહા મનોહર મૂર્તિ, નિરખી દુઃખ જાય (૨) ;ચરન કમલ ઉર ધરતાં (૨), મન શીતલ થાયે. જય. ૧
કૃષ્ણ કમલદલલોચન, મોચન ભવ પીડા (૨);દીનાનાથ તમારી (૨), નીત નૌતમ ક્રીડા. જય. ૨
કરુણામય તનુ ધારી, કરુણા બહુ કીધી (૨) ;મુક્તતણી જે પદવી (૨), અનાથને દીધી. જય. ૩
આ અવતાર ધર્યો સ્વામી, ગરીબોને સાર��ં (૨);પ્રેમાનંદકે' તન મન(૨), લઇ તમ પર વારું. જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી