જયદેવ જયદેવ જય સ્વામી મહારજ (૨)૪/૪

પદ ૯૬૨ મું૪/૪
 
જયદેવ જયદેવ જય સ્વામી મહારજ (૨) ;સહજાનંદ દયાલુ (૨), જય જય ગરીબ નિવાજ;  જય. ટેક
પતિત પાવન અધમ ઓધારણ, મુક્તિના દાતા (૨);દીનતણા દુઃખભંજન (૨) શરણાંગત ત્રાતા.  જય. ૧
કરુણા રસમય મૂર્તિ, કરુણામય વાણી (૨);કરુણામય કર લટકે (૨), લીધાં મન તાણી.  જય. ૨
બહુ સુખ દીધા જનને, કરુણા ઉર આણી (૨);માયા મદ અભિમાની (૨), તે ન શક્યા જાણી.  જય. ૩
ભક્તતણા ઉર ભૂષણ મુનિને મન વસીયા (૨) ;પ્રેમાનંદના જીવન (૨), સહજાનંદ રસિયા.  જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી