જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨)૧/૧

પદ ૯૬૪ મું –રાગ આરતિ૧/૧
 
જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);આરતિ ઉતારું (૨) ચરણે ચિત્ત ધારી.  જય. ટેક
નારાયણ પુરુષોત્તમ, વૃંદાવનવાસી (૨) ;પતિત પાવન પ્રગટ્યા (૨) નિજ જન સુખરાશી.  જય. ૧
માયા કાળ કર્મના, પ્રેરક હરિ કહાતે (૨) ;શારદ નારદ શુક મુનિ (૨) નિગમાગમ ગાતે.  જય. ૨
જુગ જુગ હરિ નિજ જનહીત, સુંદર તનુ ધરતાં (૨);લીલા રસ વરસાવી (૨), ભક્ત આનંદ કરતાં.  જય. ૩
કરુણા કરી નિજ જન હીત, નારાયણ સ્વામી (૨);અધમ ઓધારણ પ્રગટ્યા (૨) કળીમાં બહુનામી.  જય. ૪
જે જન નયણે નિરખી, હેતે કરી ગાવે (૨) ;પ્રેમાનંદ કહે પાછો (૨) ગર્ભવાસ નાવે.  જય. ૫ 

મૂળ પદ

જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી