ચરણ વંદન કરી વર્ણવું શ્રી ગોપીનાથ૧/૨

 

પદ ૯૯૮મું અથ શ્રીગોપીનાથજીનો ગરબો રાગ પરજ – દેશી.૧/૨

 
ચરણ વંદન કરી વર્ણવું શ્રીગોપીનાથ;ગાવું ગરબો અભિરામરે, જાદવરાય.
પ્રગટ બિરાજો આ ગઢડે શ્રીગોપીનાથ;ઉન્મત્તગંગા ત્રટે શોભતું શ્રીગોપીનાથ;
દુર્ગપત્તન છબી ધામરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.      
ઇન્ડ્ર ભુવન સમ શોભતો શ્રીગોપીનાથ;ઉત્તમ રાયતણો દરબારરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;ઉત્તમ દરબારના મધ્યમાં શ્રીગોપીનાથ;
મંદિર વિમાન આકારરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.     
મંદિર શોભા દે શું વર્ણવુ, શ્રીગોપીનાથ;રવિ રથ સરખો પ્રકાશરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;કનક કલશ ઉપર ઝળમળે શ્રીગોપીનાથ;
કનક ધ્વજા ઉડે આકાશરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.   
નિત્ય ત્રાંબાલુ નોબત ગડગડે શ્રીગોપીનાથ;પણવ ત્રાંસાં સરણાઇરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;વાજે દુકડ સારંગીયું શ્રીગોપાનાથ;
ગાયે ગુણી આનંદ વધાઇરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.  
ચિત્ર વિચિત્ર શોભે મંડપ, શ્રીગોપીનાથ;શોભા કહી નવ જાયેરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;કનક કાચનાં ઝાડ હાંડીયું શ્રીગોપીનાથ;
શોભા રહિ અતિ છાયરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.     
રત્ન સિંહાસન શોભતું શ્રીગોપીનાથ;હીરા માણેકના જડાવરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;સોના રૂપાની રચના ઘણી, શ્રીગોપીનાથ;
રત્ન તોરણ બણાવરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.            
શોભા સાગર તમેં શ્રીહરિ, શ્રીગોપીનાથ;બિરાજો રાધાજી સહિત રે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;શુંરે વખાણું શોભા રાજની શ્રીગોપીનાથ;
શણગાર શોભા નવી નિત્યરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.
એક દહાડાની છબી વર્ણવું, શ્રીગોપીનાથ;સાંભળતા જન રાજી થાયરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;રત્ન મુગટ માથે શોભતો, શ્રીગોપીનાથ;
નિરખી રવિ ચંદ્ર લજાયરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.   
રત્ન જડિત કાને કુંડલ શ્રીગોપીનાથ;કેસર તિલક શોભે ભાલરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;પાન બીડીયું ચાવતાં, શ્રીગોપીનાથ;
શોભે અધર અરુણ રસાલરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;
ગળે ગલબંધ રત્ને જડ્યો, શ્રીગોપીનાથ;કનક કંઠી છબીદારરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;કનક કંઠલો હેમ હાંસડી, શ્રીગોપીનાથ;
ઉરમાં ઉતરી રત્ન હારરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ      ૧૦
મોતી માળા ઉર દુગદુગી, શ્રીગોપીનાથ;ચંદનહારની શોભા સારરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;કૌસ્તુભ મણિ ને શ્રીવત્સ શોભતું શ્રીગોપીનાથ;
ઉરમાં અનેક અલંકારરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.      ૧૧
બાજુ કાજુ ને રત્ને જડ્યાં, શ્રીગોપીનાથ;કનક પોંચી તે રત્ને જટિતરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;કનક કડાં ને સોના સાંકળાં શ્રીગોપીનાથ;
વેઢ વિટીયું ઘટિતરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.          ૧૨
કેડે કંદોરો કટિમેખલા શ્રીગોપીનાથ;ચરણે ઝાંઝર ઝમકારરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;સોના તોડો સરસ શોભતો, શ્રીગોપીનાથ;
ચરણે ચાખડિયું ઉદારરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ      ૧૩
નખ શીખ આભૂષણ ઓપતાં શ્રીગોપીનાથ;શોભો છો શોભા ધામરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;જરી પટકા ને જામા જરકસી શ્રીગોપીનાથ;
નિરખી લાજે કોટિક કામરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.   ૧૪
સુંદર ત્રિભંગી લાલ વાંકડા શ્રીગોપીનાથ;શોભાતણા નિધાનરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;અંતર ફોરે બહુ બેહેકતા શ્રીગોપીનાથ;
રસિક સુંદર ભીનેવાનરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.      ૧૫
તરુણ મનોહર મૂરતિ, શ્રીગોપીનાથ;સરસ ફુલે ગરકાવરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;ગુછ તોરા કલંગી વાંકડી શ્રીગોપીનાથ;
સરવે સુમન સરપાવરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.       ૧૬
સરસ વૈજંતીમાલ શોભતી, શ્રીગોપીનાથ;ગજરા બાજુ ગળે હારરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;કનક કટાર કેડે વાંકડો શ્રીગોપીનાથ;
સોનેરી ઢાલ તરવારરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.       ૧૭
કનક મોરલી અધર ધરી શ્રીગોપીનાથ;  કનક છડી કરમાંહ્યરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;નખ શીખ શોભા વર્ણવતાં શ્રીગોપીનાથ;
શેષ શારદ નારદ લજાયેરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.   ૧૮
શોભા જોઇને જન ઘેલડાં શ્રીગોપીનાથ;ગઢપુરવાસી નરનારરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;આવે જોવાને દેશો દેશનાં શ્રીગોપીનાથ;
નારી પુરુષ તે અપારરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.      ૧૯
ભીડ ભરાય બહુ જનની શ્રીગોપીનાથ;નિત્ય સમૈયો આઠોજામરે, જાદવરાય;
પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ;નિરખી શોભાનાં સુરને, શ્રીગોપીનાથ;
પ્રેમાનંદ થયો પૂરણકામરે, જાદવરાય;પ્રગટ બિરાજો આજ ગઢડે શ્રીગોપીનાથ.    ૨૦

મૂળ પદ

ચરણ વંદન કરી વર્ણવું શ્રીગોપીનાથ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી