કમલનયન શ્રી કૃષ્ણની, જાઉં બલિહારી૩/૪

પદ ૧૦૦૬ ઠું.૩/૪

કમલનયન શ્રીકૃષ્ણની, જાઉં બલિહારી;
પતિતપાવન હ્યાં પધારિયા, તે સુણો નરનારી. 
કાનમ દેશ પાવન ઘણો, ધન્ય રેવાનાં ભાગ્ય;
દશ અશ્વમેઘ તે કીધલા, નૃપ બલિએ એ જાગ્ય. 
આશ્રમ છે ભૃગુદેવનો, ઋષિ દેવ ત્યાં રે'તા;
તપ કરતા હરિ કારણે, કથા પ્રભુજીની કે'તા. 
એક ઇચ્છા સહુને હતી, એકવાર હરિ આવે;
આવી આશ્રમ પાવન કરે, તનના તાપ મીટાવે. 
તે રે સમે શ્રીકૃષ્ણને, દૈત્ય માર્યાનું કામ;
તે અવસર ન આવી શક્યા, વહાલો સુંદર શ્યામ. 
તે વારતા ઉર ધારીને, રાખી અંતરજામી;
આ રે સમે કરુણા કરી, રસિયે બહુનામી. 
તે રે સમે દીધો હતો, દ્વિજ વૃંદને કોલ;
પ્રેમાનંદને નાથજી, તે પાળ્યો આજ બોલ. 

મૂળ પદ

ધન્ય ભાગ્ય ભૃગુક્ષેત્રનાં, હરિકૃષ્ણ પધાર્યા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી