એ વાત છે અતિ મર્મની, જાણે ચતુર સુજાણ૪/૪

પદ ૧૦૦૭ મું.૪/૪

એ વાત છે અતિ મર્મની, જાણે ચતુર સુજાણ;  ભૃગુ ઋષિએ પધરાવિયા, પ્રભુજી જીવનપ્રાણ.
ધર્મકુંવરની મૂરતિ, હરિકૃષ્ણ બળદેવ; ભાગ્ય હશે તે માનશે, કરશે પ્રીતે સેવ. 
પ્રેમ કરીને જે પૂજશે, ભાવ રાખીને સાચો; તે સુકૃતિ જન નહિ ભમે, ચોરાસીમાં પાછો. 
પ્રગટ હરિ બળરામની, મૂરતિયો જાણી; પૂજશે તે થાશે સુખીયો, સત્ય માનજો વાણી. 
ભજશે પૂજશે પ્રગટ પ્રભુ, ઘનશ્યામ મુરારી; ધર્મ અર્થ કામ મોક્ષ ફળ, પામશે નરનારી. 
કાનમવાસીને કારણે, કરુણા કીધી સ્વામી; ભૃગુપુરમાંહે બિરાજીયા, આવી અંતરજામી. 
એ પદ શીખે ને સાંભળે, ગાશે વારમવાર; પ્રેમાનંદ કે' રાજી તેપર, થાશે ધર્મકુમાર. 

મૂળ પદ

ધન્ય ભાગ્ય ભૃગુક્ષેત્રનાં, હરિકૃષ્ણ પધાર્યા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી