જેની બ્રહ્મઋષિએ વિનતિ કરી જીરે, ઉતારવા અવનિ ભાર; કિરતારે૨/૮

પદ ૧૦૦૯ મું ૨/૮
 
જેની બ્રહ્મઋષિએ વિનતિ કરી જીરે, ઉતારવા અવનિ ભાર;  કિરતારે. ટેક
તે પ્રગટ થયા પ્રભુ ત્યાં થકી જીરે, ધર્યુ રૂપ અનોપમ સારે.  કિર. ૧
ભક્તિધર્મથકી હરિ અવતર્યા જીરે, શ્રીનારાયણ હરિકૃષ્ણ નામ.  કિર.
એનાં રૂપ અભેદપણે જાણવા જીરે, રાધા સંગે તે રાધેશ્યામ.  કિર. ૨
રુક્મિણિ સંગે તે લક્ષ્મીનાથજીરે, અર્જુન સંગે તે નરનારાયણ . કિર.
રહે બદ્રીકાશ્રમમાં હરિ જીરે, તપ કરે સદા બેઉ જન.  કિર. ૩
હવે મહિમા વખાણું બદ્રીનાથનો જીરે, સાંભળતામાં સુખ થાય.  કિર;
નરનારાયણ દેવને જીરે, પ્રેમાનંદ પ્રીતે કરી ગાય.  કિર. ૪ 

મૂળ પદ

પાયે લાગુ પરબ્રહ્મને જીરે, જેને નિગમ નેતિ કહી ગાય સુખધામરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી