બદ્રીપતિ નારાયણ જીરે, વહાલો બ્રહ્મચારીને વેશ; સુખરૂપે૩/૮

પદ ૧૦૧૦ મું૩/૮

બદ્રીપતિ નારાયણ જીરે, વહાલો બ્રહ્મચારીને વેશ; સુખરૂપે. ટેક

શોભે દંડ કમંડલું હાથમાં જીરે, માથે શોભે અનુપમ કેશ. સુખ. ૧

વલ્કલ પે'ર્યા છે વહાલે અંગમાં જીરે, મૃગછાલાને માળા હાથ; સુખ.

શોભે મુનિના સાથમાં જીરે, વહાલો નરનારાયણ નાથ. સુખ. ૨

કરે કઠણ તપ શ્રીહરિ જીરે, એક પગે ઉભા નિરધાર; સુખ.

તપ ફળ લઇને અરપણ કરે જીરે, તમે લ્યો સહુ નર ને નાર. સુખ. ૩

હરિ ભજો ને સૌ સુખિયાં થાઓ જીરે, એમ દે છે સદા આશીર્વાદ; સુખ.

નરનારી નારાયણને ઓળખો જીરે, પ્રેમાનંદ કે'છે પાડી સાદ. સુખ. ૪

મૂળ પદ

પાયે લાગુ પરબ્રહ્મને જીરે, જેને નિગમ નેતિ કહી ગાય સુખધામરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0