રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી રે ૨/૪

રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી રે...ટેક.
રે વાત કહું સૂણ સાહેલી, રે બળિયોજી કીધા બેલી;
		માથું પેલું પાસંગમાં મેલી...રે લગની૦ ૧
રે ન ડરું હું લોકતણી લાજે, રે શિર ઉપર ગિરિધર ગાજે;
		આ દેહ ધર્યો નટવર કાજે...રે લગની૦ ૨
રે શિર પર જો બીજો ધારું, રે તો બગડે જીવતર મારું;
		હું જીતી બાજી તે કેમ હારું...રે લગની૦ ૩
રે હરિ વિના બીજાને વરવું, રે ગજ તજી ખર ચડીને ફરવું;
		એ જીવ્યાથી રૂડું મરવું...રે લગની૦ ૪
રે મરજાદા જગની મેટી, રે બાંધી મેં પ્રેમ તણી પેટી;
		બ્રહ્માનંદનો વહાલો ભેટી...રે લગની૦ ૫
 

મૂળ પદ

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી