અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.૧/૧૧

 પદ ૧૦૧૬ મું રાગ- ગરબી.૧/૧૧

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી;
જેનો મહિમા અગમ અગાધરે. આવ્યા.                        ટેક
મહિમા જેનો કહી સંભળાવું, સાંભળજો નરનારરે;
ગોલોકપતિ કૃષ્ણચંદ્ર છે, અખિલ ભુવન આધાર.          આવ્યા. ૧
કારણ સૌના તે કે'વાયે દિવ્ય રૂપ અવતારી રે;
નેતિ નેતિ તેને કે'છે, વેદ પુરાણ વિચારી.                    આવ્યા. ૨
તે પુરુષોત્તમ પ્રગટ થયા બેઉ, નરનારાયણ દેવરે;
પિતા ધર્મ ને માતા મૂર્તિ, વિરલા જાણે ભેવ.               આવ્યા. ૩
બ્રહ્મચારીને વેશ બિરાજે, બદ્રીઆશ્રમમાંયરે;
નરનારાયણ નામ ઉપર, પ્રેમાનંદ વારી જાય.             આવ્યા. ૪
 

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી