ગોકુલમાં ગોપ સ્વરૂપે, નટવર નારાયણ ;સુર અસુર ઇશ શિર ભુપરે૩/૧૧

પદ ૧૦૧૮ મું.૩/૧૧
 
ગોકુલમાં ગોપ સ્વરૂપે, નટવર નારાયણ ;સુર અસુર ઇશ શિર ભુપરે. નટ. ટેક
આપ ઇચ્છાએ બાલ રૂપ ધરી, ગોઠણીયાં પડી ચાલેરે;એક સમે માતાને મુખમાં, વિશ્વ દેખાડ્યું વહાલે. નટ. ૧
પાંચ વરસનાં થઇ પરમેશ્વર, કાલિંદીને તીરેરે;વાછરડાની કેડે ફરતા, ડોલે ધીરે ધીરે. નટ. ૨
વછ વૃષભ બગ વેરી વનમાં, આવ્યા જોઇને બાલરે;પળમાં પ્રાણ રહિત કરી દીધા, કેશવ કાળનાં કાળ. નટ. ૩
નિત્ય નૌતમ લીલા ગોકુલમાં, કરે શ્રીગોકુલચંદરે;પ્રેમાનંદ કે' શું કહી દાખું, પાર ન પામે છંદ. નટ. ૪ 

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી