અવિનાશી થયા આહિરરે, ગિરિધર ગોવાળો રમે કાલિંદીને તીરરે૪/૧૧

 પદ ૧૦૧૯ મું.૪/૧૧

અવિનાશી થયા આહિરરે, ગિરિધર ગોવાળો;
રમે કાલિંદીને તીરરે.                                                ગિરિ. ટેક.
મોર મુગટ ગુંજામણી ભૂખણ, કટી પીતાંબર સોહેરે;
વનમાળી વાંસલડી વાઇને, વ્રજ વિનતાને * મોહે.      ગિરિ. ૧
કૌતુક જોઇ કેશવનાં મોહ્યા, બ્રહ્માદિક સુર ઇશરે;
અઘ કેશી ધેનુક પ્રલંબને, મેલ્યા દક્ષિણ દિશ.            ગિરિ. ૨
ગોપ વાછરુ હર્યા બ્રહ્માએ, નવા રચ્યા વનમાળીરે;
દાવાનલનું પાન કરીને, નાથ્યો નાગ તે કાળી.           ગિરિ. ૩
વાંસલડી વાઇ વન તેડ્યા, * ગોપી રાસ રમાવ્યારે;
પ્રેમાનંદનો નાથ નારાયણ, કામ વિજયી કા'વ્યા.         ગિરિ. ૪
 
* “વનિતા” એવો પણ પાઠ છે.
* “તેડીને “ પાઠાન્તર ગવાય છે.
 

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી