એક દીઠા શ્યામ સ્વરૂપરે, બ્રહ્મચારી વેશે અતિ શોભા પરમ અનુપરે.૮/૧૧

પદ ૧૦૨૩ મું.૮/૧૧

એક દીઠા શ્યામ સ્વરૂપરે, બ્રહ્મચારી વેશે;
અતિ શોભા પરમ અનુપરે. બ્રહ્મ.  ટેક
બ્રહ્મ સભામાં બેઠા પાંચે, બ્રહ્મચારીને વેશરે;
વલ્કલ વસન બિરાજે અંગે, માથે સુંદર કેશ.  બ્રહ્મ. ૧
નજરે જોઇને કરે લક્ષણ, * કેશવ સભાને વિચેરે;
આ યુધિષ્ઠર આ તે ભીમને, આ અર્જુન છે નિશ્ચે. બ્રહ્મ. ૨
કટી પાતળી છાતી ઉંચી, લાંબી ભુજા વિશાલરે;
મોટા લોચન ભાલ મનોહર, જાણીયે કેસરી બાળ.  બ્રહ્મ. ૩
અર્જુન જુએ કૃષ્ણચંદ્રને, જાદવ સભાને માંયરે;
પ્રેમાનંદ કહે બે ભાઇને, પ્રથમ મેલાવો થાય.  બ્રહ્મ. ૪
· “ કહે લક્ષણ” “કરે નિશ્ચય” એમ પણ ગાય છે.

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી