ઉભા ધનુષ ગ્રહી કર ધીરરે, નર અર્જુન રૂપે જુવે મુનિ ભુપ મહાવીરરે.૧૧/૧૧

પદ ૧૦૨૬ મું.૧૧/૧૧

ઉભા ધનુષ ગ્રહી કર ધીરરે, નર અર્જુન રૂપે;
જુવે મુનિ ભુપ મહાવીરરે. નર. ટૅક.
કોઇ કહે જે આ શું કરશે, બાલક ખોશે લાજરે;
કોઇ તો કહે જુવો શું થાએ, અકળગતિ મહારાજ. નર. ૧
સહુ દેખતા સાવધાન થઇ દ્રષ્ટ સુરત એક બાંધી રે
મછ પ્રતિબિંબ જોઇ કુંડમાં, માર્યું બાણ તે સાંધી રે નર. ૨
જેજેકાર થયો ત્રિભુવનમાં ઋષિ રહ્યા હરખાઇરે;
કાળા મુખ ને માન ભંગ સૌ, રાજા રહ્યા લજાઇ. નર. ૩
બ્રહ્મ તેજ વખાણે મુનિવર, હરખ્યા નર ને નારીરે;
પ્રેમાનંદ કહે વરમાળા, પે'રાવે દ્રુપદી પ્યારી.* નર. ૪
· “દ્રુપદ કુમારી” પાઠાન્તર છે.
 

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી