રે ધરિયા અંતર ગિરધારી, શું કરશે ઘોળ્યાં હવે સંસારી ૪/૪

રે ધરિયા અંતર ગિરધારી, શું કરશે ઘોળ્યાં હવે સંસારી...ટેક.
રે હું કોઈની ન રહું ઝાલી, રે વહાલાને થાવા વાલી;
		રે શિર કરમાં લઈને ચાલી...રે ધરિયા૦ ૧
રે જેમ ગજ જાય બજારે ધસી, રે શ્વાન મરે બહુ ભસી રે ભસી;
		તે હાથીને મન નહિ શંકા કશી...રે ધરિયા૦ ૨
રે બળવા ગઈ જે સતી સાચી, રે રોમરોમ પિયા સંગ રાચી;
		તે પડમાં જઈ ન વળે પાછી...રે ધરિયા૦ ૩
રે જો પડથી પાછી આવે, રે લાજ તજી મન લલચાવે;
		તે સતી મટી ને કુત્તિ કા’વે...રે ધરિયા૦ ૪
રે બ્રહ્માનંદ એમ વિચારી, રે બીક સર્વે કાઢી બા’રી,
		રે મળિયા મોહન સુખકારી...રે ધરિયા૦ ૫
 

મૂળ પદ

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી