કેશવ કહું છું ક્યારનીરે, કેડો મેલો કાનુડા૪/૪

પદ ૧૦૮૧ મું.૪/૪
 
કેશવ કહું છું ક્યારનીરે, કેડો મેલો કાનુડા;
આવી અચાનક તોડી મારી માળા, લાખ હજારનીરે. કેડૉ. ૧
કંસને જઇને કહીશ ત્યારે, ચિંતા થાશે ઘરબારનીરે. કેડો. ૨
નિર્લજ નવરા થઇને ડોલો, લાજ તજી સંસારનીરે. કેડો. ૩
પ્રેમાનંદના નાથજી માનો, કહીએ વાત વિચારનીરે. કેડો. ૪ 

મૂળ પદ

મારો મારગ મેલોને રસિયારે, રંગ છેલ છબીલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી