છેલ જોઇ રે રંગછેલ જોઇ;મારા લોચનીયાં લોભાણારે, રંગછેલ જોઇ૧/૪

પદ ૧૦૮૨ મું.- રાગ પરજ દેશી. ૧/૪
 
છેલ જોઇ રે રંગછેલ જોઇ;મારા લોચનીયાં લોભાણારે, રંગછેલ જોઇ .  મારા. ટેક
નટવરનાગર વહાલોરે શોભાસાગર, ડોલરિયોરે અલબેલ કોઇ.  મારા. ૧
જમુનાની તીરે ઉભો વેણ વજાડે, નેણુંને ચાળે ચિત્ત લીધું પ્રોઇ.  મારા. ૨
મીઠડા બોલો રે મરમાળૉ મોહન, કામણગારારે એના નેણાં દોઇ.  મારા. ૩
નંદકુંવર ઘનશ્યામ છબીપર, પ્રેમાનંદ કુરબાન હોઇ .  મારા. ૪ 

મૂળ પદ

છેલ જોઇ રે રંગછેલ જોઇ;મારા લોચનીયાં લોભાણારે, રંગછેલ જોઇ .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી