જાદવરાય જીવે મોતીયા વાળો, ઘણા મૂલાને ઘણી ખમા ૧/૪

પદ ૧૦૮૬મુ. – રાગ પરજ વિવાહનો ઢાળ.૧/૪
 
જાદવરાય જીવે મોતીયા વાળો, ઘણા મૂલાને ઘણી ખમા,ઘણું જીવો ઘણી. ખમા;
છેલવર આવેરે છોગાળો રાજેશ્વરને ચરણે નમા,જગજીવનને ચરણ નમા..  જાદ. ૧
માણીગર માણકીયેરે રાજે, શોભા જોઇ કામ લાજે;
ચમર ઢળે રે છત્ર છાજે, આગે ઘણાં વાજાં વાજે.  જાદ. ૨
કેસરિયાને કોડે કોડે જોઇએ, જોઇ જોઇ દુઃખ ભાગે;
માથે મોતીડાનો ઝુડો રુડો, વિઠ્ઠલવર વહાલો લાગે.  જાદ. ૩
કેસર તિલક રે કીધાં ભાલે, કાને કુંડલ શોભે કાજુ;
સોનેરી વાઘો રે શોભે અંગે, બાંયે નંગ જડીયલ બાજુ.  જાદ. ૪
ઉરમાં ઉતરીયુ રે રૂપાળી, ભાળી ભાળી નેણાં ઠરે;
હાર હજારો કમરે કટારો, પ્રેમાનંદના મનડા હરે.  જાદ. ૫ 

મૂળ પદ

જાદવરાય જીવે મોતીયા વાળો, ઘણા મૂલાને ઘણી ખમા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી