કાનવર કેસરિયાની શોભા, જન સહુ જોવા મળ્યા, ૨/૪

પદ ૧૦૮૭ મુ૨/૪

કાનવર કેસરિયાની શોભા, જન સહુ જોવા મળ્યા,

દેવ મુનિ જોવા મળ્યા;

જગના જીવનને રે જોઇ, જનમ મરણ દુઃખ ટળ્યા,

ભવસાગરના દુઃખ ટળ્યા.  કાન. ૧

કેસરિયે વાઘે કસુંબલ પાઘે, માથે મોતીડાનો સેરો;

સોનેરી છેડે રેટો કેડે, ગરક કસુંબી ઘેરો.  કાન. ૨

સૂરવાલ શોભે રે સોનેરી, નાડી કાજુ હીર કેરી;

ફરતે છેડે કોર્યુ રે સોનેરી, ઉપર પછેડી પેરી.  કાન. ૩

રાતી મખમલનીરે મોજડીયું, રતન મોતીડે જડીયું;

મોજડીયું પે'રીરે હરિ આવ્યા, સોના કેરે ફુલે વધાવ્યા કાન. ૪

સુંદર શ્યામ શોભા ધામ, મળી હું તો ભાવે ભરી; 

મુખડું જોઇ દુઃખડા રે લીધાં, પ્રેમાનંદ કે' પ્રીતે કરી.  કાન. ૫

મૂળ પદ

જાદવરાય જીવે મોતીયા વાળો, ઘણા મૂલાને ઘણી ખમા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી