ઘોડો ઘનશ્યામ રે, ફેરે ફળીયામાં, ફેરે ફળીયામાં૩/૪

પદ ૧૦૯૨ મું.૩/૪
 
ઘોડો ઘનશ્યામ રે, ફેરે ફળીયામાં, ફેરે ફળીયામાં;
ફળીયામાં ફળીયામાં ફળીયામાંરે, ફેરે ફળીયામાં ઘોડો.  ટેક.
માણકી મોહનને મનમાનીરે, બલવંતી બહુ બળીયામાંરે  ફેરે. ૧
તાજણની અસવારી તેવીરે, છળવંતી અતિ છળીયામાંરે.  ફેરે. ૨
કેસર વાજ વખાણે કાજુરે, વિધિ બહુ જાણે વસવળીયામાંરે.  ફેરે. ૩
પ્રેમાનંદ કે' પ્રીતમ પ્યારોરે, કોઇને ના આવે વહાલો કળીયામાંરે. ફેરે . ૪ 

મૂળ પદ

નેણે નિરખ્યારે, મારા વહાલાને, મારા વહાલાને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી