કીધી વશ કાનેરે, મુને નેણામાં મુને નેણામાં૪/૪

 પદ ૧૦૯૩ મું.૪/૪

 
કીધી વશ કાનરે, મુને નેણામાં મુને નેણામાં,
નેણામાં નેણામાં નેણામાંરે, મુને નેણામાં; કીધી.                   ટેક
કમલ સરીખાં શોભે કેવારે, ડોલરિયાના સુખદેણાંમાંરે.            મુને. ૧
લાવણમાં વહાલે વશ કરી લીધીરે, કામણ ભરેલા બહુ કેણાંમાંરે. મુને. ૨
બલવંતે બહુ રીતે બોલાવીરે, વાલપ વધારી વારી વેણાંમાં રે.    મુને. ૩
પ્રેમાનંદ કે' પૂરણ પ્રીતેરે, અલૌકિક લાભ લીધો લેણાંમાંરે.                મુને. ૪

મૂળ પદ

નેણે નિરખ્યારે, મારા વહાલાને, મારા વહાલાને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી