જાઇશરે જોવા ગિરિધારી, જોવા ગિરિધારી શ્રીકુંજવિહારી૨/૪

પદ ૧૦૯૫ મું.૨/૪
 
જાઇશરે જોવા ગિરિધારી, જોવા ગિરિધારી શ્રીકુંજવિહારી;  જાઇ. ટેક
વૃંદારેવનમાં વેણ વજાડે, મધુસુદન મોરારીરે.  જોવા. ૧
જાઇશ જોવા જગના જીવનને, વારીશ માં માડી મારીરે.  જોવા. ૨
શું કરશે સરવે મળી સાસરીયાં, નહીં રહું કોઇની વારીરે.  જોવા. ૩
પ્રેમાનંદના નાથને મળવા, ચાલ્યા સરવે વ્રજનારીરે.  જોવા. ૪ 

મૂળ પદ

વેરણ રે વાંસલડી વાગી, વાંસલડી વાગી હું ઝબકીને જાગી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી