જોઇરે જાદવરાય જોઇ, જાદવરાય જોઇ ગોપી રહ્યાં મોઇ ૩/૪

પદ ૧૦૯૬ મું.૩/૪

જોઇરે જાદવરાય જોઇ, જાદવરાય જોઇ ગોપી રહ્યાં મોઇ *; જોઇ ટેક

એકલડા ઉભા જમુનાની તીરે, બીજું પાસે નહીં કોઇ રે. જાદ. ૧

નટવર સુંદર નાથને નિરખી, નેણાં ત્રપત થયા દોઇરે. જાદ. ૨

સુંદર શ્યામ મનોહર મોહન, રાખ્યા નેણાંમાં પ્રોઇરે. જાદ. ૩

પ્રેમાનંદના નાથને ભેટતા, લોક કુટુંબ લાજ તે ખોઇરે જાદ. ૪

* “મોહી” ને બદલે ‘મોઇ” રાખેલો છે.

મૂળ પદ

વેરણ રે વાંસલડી વાગી, વાંસલડી વાગી હું ઝબકીને જાગી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી