કાન કેસરિયા દીલ દરિયા ડોલરિયા૩/૪

પદ ૧૧૦૪ મું.૩/૪

કાન કેસરિયા દીલ દરિયા ડોલરિયા;

રંગડાના ભરિયા રાજ રંગડાના ભરિયા,

રંગડાના ભરિયા ગીરધરિયા ડોલરિયા. 

ધર્મકુમાર હરિ ધર્મ ધર્મકુમાર હરિ,

આદિ અવતાર કરતાર ડોલરિયા;

જગના આધાર જીવન જગના આધાર છો,

જગના આધાર સુખસાગર ડોલરિયા. 

કરના લટકામાં કાના કરન લટકામાં,

કરના લટકામાં લોભાણી ડોલરિયા;

વહાલી લાગે છે વાલમ વહાલી લાગે છે,

વહાલી લાગે છે મુખની વાણી ડોલરિયા. 

હસવું તમારું હરિ હસવું તમારું,

હસવું તમારું જોઇ જોઇ દોલરિયા;

રસિયા રહ્યું છે રાજ રસિયા રહ્યું છે, 

પ્રેમાનંદનુ મન મોહી ડોલરિયા.   

મૂળ પદ

વારણીયે જાઉં રે વાલમ વારણીયે જાઉં રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી