ચરણકમલ છબી નિરખી હો નાથજી૨/૪

પદ ૧૧૦૮ મું.૨/૪
 
ચરણકમલ છબી નિરખી હો નાથજી,
હૈડે વાધ્યું છે અતિ હેતરે હરિ કૃષ્ણ હરિ;પ્રીતે પધરાવું મારા ઉરમાં હો નાથજી;  પ્રીતે. ટેક.
અરુણ તળામાંહિ સોળ ચિહ્ન શોભતાં;ઉર્ધ્વરેખાએ સમેતરે હરિ કૃષ્ણ હરિ.  પ્રીતે ૧
પાની ઘુંટીને ફણા અંગોઠા આંગળીપર,સુંદર ચાંખડિયુનાં ચિહ્નરે હરિ કૃષ્ણ હરિ  પ્રીતે
રાતા ચડિયાતા દશે આંગળીના નખ છે,જોવા મનડું મારું દીનરે હરિ કૃષ્ણ હરિ.  પ્રીતે ૨
પિંડીઉં ગોળ જાનું જંધા રંભાસમ,શ્યામકટી છે છબી ધામરે હરિ કૃષ્ણ હરિ;  પ્રીતે
ઉંડી નાભી ને ત્રિવળી સુંદર ઉદરમાં,પ્રેમાનંદ નિરખી પૂરણકામરે હરિ કૃષ્ણ હરિ.  પ્રીતે ૩ 

મૂળ પદ

મનમાં વસી છે તારી મૂર્તિ મોહનજી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી