લટકંતા આવો લાલ, લટકંતા આવો રે (ર) મારે મંદિર મોરારી ૩/૪

લટકંતા આવો લાલ, લટકંતા આવો રે (ર) મારે મંદિર મોરારી;
	ગજગતિ ચાલ રૂડી, ગજગતિ ચાલ રે (ર) જોઈ બલિહારી...૧
સાથળ ઘૂંટણ સુંદર, સાથળ ઘૂંટણ રે (ર) જોઈ પિંડી ને પાનિયું;
	ઘૂંટી પેનીની છબી, ઘૂંટી પેનીની રે (ર) મારે મન માનિયું...૨
અરુણતળામાં સુંદર, અરુણતળામાં રે (ર) સોળ ચિહ્ન શોભતાં;
	ઊર્ધ્વરેખામાં રૂડી, ઊર્ધ્વરેખામાં રે (ર) મુનિ મન લોભતાં...૩
મૂર્તિ મહારાજની, શ્રીમૂર્તિ મહારાજની (ર) ગાઈ મેં પ્રીતે કરી;
	પ્રેમાનંદ કહે નાથ, પ્રેમાનંદ કહે રે (ર) અંતરમાં રહો હરિ...૪
 

મૂળ પદ

સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું (ર) ધર્મકુંવરનું

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
2
0
 
નમુનો
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0