અમને રમાડોને રાસ શામળિયા વહાલા અમને રમાડોને રાસ;૩/૪

પદ ૧૧૨૧ મું.૩/૪

અમને રમાડોને રાસ શામળિયા વહાલા અમને રમાડોને રાસ; શ્યામ.ટેક

અમથી અંતર ન કરશોરે વહાલા, અમે રે તમારી દાસ.             શ્યામ. ૧

રાસ રમ્યાના કોડ ઘણાં છે, ઘણારે દિવસની આશ.                 શ્યામ. ૨

રસિયા રસમાં પૂરણ કરીને, રાખો તમારી પાસ.                      શ્યામ. ૩

પ્રેમાનંદ કહે નાથ ચરણમાં, દીજ્યો અવિચલ વાસ.                 શ્યામ  ૪ 

મૂળ પદ

મોરલિયે મનડાં હર્યા વહાલાજી તારી મોરલિયે મનડાં હર્યા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી