આંખલડી રસ રંગે રાતી, રેખું માંહી, રસિક મદન મદમાતી ૧/૪

આંખલડી રસ રંગે રાતી, રેખું માંહી, રસિક મદન મદમાતી...આંખ૦ ટેક.
દીસો છો જી શ્યામ શિથિલ સરવે અંગે, ચોળાણા છો છેલ ચતુર કેને સંગે;
			રંગાણા છે અધર તંબોળને રંગે...આંખ૦ ૧
મદનશર વાગ્યાં છે મરમ ઠેકાણે, વિંધાણા છો નટવર નેણાંને બાણે;
			ઘાયલની ગત ઘાયલ હોય તે જાણે...આંખ૦ ૨
અમારે તો કાંયે નથી દર દાવો, તમારું મન રે માને ત્યાં જાઓ;
			સાચું કહોને શિદને ખોટા સમ ખાઓ...આંખ૦ ૩
તનનું દુ:ખ કરની નાડીમાં જણાય, મનનું તો વેણ બોલે ત્યાં કળાય;
			પ્રેમાનંદ કહે અંતરનું નેણમાં જણાય...આંખ૦ ૪
 

મૂળ પદ

આંખલડી રસ રંગે રાતી, રેખું માંહી, રસિક મદન મદમાતી

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી