કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે૧/૮

પદ ૧૧૮૦ મું – રાગ ભૈરવ પ્રભાતિ.૧/૮
 
કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું,સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે;      કીજીયે. ટેક
નિરખીએ રૂપ નખશિખ મહારાજનું,વાસના અશુભ તત્કાલ ટાળે.    કીજીયે. ૧
સંત હરિભક્ત સૌ ઉંઘ આલસ તજી;ચિતવીયે ચરણ અતિ પ્રીત આણી,
નિરખીયે નખમણિ સીમા શોભાતણી;દુર્લભ દેવને એમ જાણી .     કીજીયે. ૨
જમણા તે ચરણના અંગુઠા ઉપરે.નખમાંહી ચિહ્ન તે જોઇ રે'વું;
ચિહ્નપર રક્ત રેખા અતિ શોભતી,મન તેમાં લઇ પ્રોઇ દેવું.                 કીજીયે. ૩
અંગુઠા આંગલિયું ઉપરે કેશ છે,સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીના;
અંગુઠા પાસની આંગલીયે તીલ છે,પ્રેમાનંદની જોયેલ આંખડીના.  કીજીયે. ૪ 

મૂળ પદ

કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0