પ્રાતઃ સમે ઉઠી પુરુષોત્તમની, મૂર્તિમાં મન ધરિયેરે ૩/૪

પ્રાત: સમે ઊઠી પુરુષોત્તમની, મૂરતિમાં મન ધરીએ રે;
	એ અવસર જે આડ કરે તે, પાપ જાણી પરહરીએ રે		...પ્રાત:૦૧
જાનુ જુગલ જોઈને સુંદર, સાથળ શોભા સારી રે;
	વામ સાથળમાં ચિહ્ન એક નીરખું, શ્યામ કટિ લાગે પ્યારી રે	...પ્રાત:૦૨
કમળ સરિખી નાભી ઊંડી, ત્રિવળી ઉદર માંહી રે;
	ચડિયાતી છાતિમાં સુંદર, છાપ ચિહ્ન સુખદાઈ રે		...પ્રાત:૦૩
ગજની સૂંઢ સરિખા ભુજદંડ, શોભાના ભંડાર રે;
	પ્રેમાનંદ કહે મનમાં ધારું, કરવર અભય ઉદાર રે		...પ્રાત:૦૪
 

મૂળ પદ

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂર્તિ મનમાં ધારું રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1