છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા, છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા ૩/૪

છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા;
		છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા...૧
છબીલા છેલ અમને તમારો એક આશરો;
		છબીલા છેલ મનમાં ન ગોઠે પિયર સાસરો...૨
છબીલા છેલ વાલપ લાગી તમારા વેણમાં;
		છબીલા છેલ આવોને રાખશું જો નેણમાં...૩
છબીલા છેલ મુજને લાગી તમારી આંખડી;
		છબીલા છેલ પ્યારા પધારો પે’રી ચાંખડી...૪
છબીલા છેલ ભાવ કરીને આવો ભેટવા;
		છબીલા છેલ મનડાની દાઝ સર્વે મેટવા...૫
છબીલા છેલ આળસ મેલીને હવે આવીએ;
		છબીલા છેલ બ્રહ્માનંદને હસી બોલાવીએ...૬
 

મૂળ પદ

આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0