આવોને નવરંગી નાથ નેણમાં રાખું, કોટીને કંદર્પ વદનપર વારીને નાંખું. ૨/૪

 પદ ૧૨૦૫ મું.૨/૪

આવોને નવરંગી નાથ નેણમાં રાખું,
કોટીને કંદર્પ વદનપર વારીને નાંખું.  આવોને. ટેક
રાખીશ જીવન જતન કરીને જીવતણી પેરે,
લેરખડા વધાવું મોંઘા મોતીની લેરે.  આવોને. ૧
આંખડલીનાં અગ્રથકી હરિ નહીરે દીયું જાવા;
રાખું નેણામાં નાથજી તમને આવાને આવા.  આવોને. ૨
નંદનાં કુંવર એક નિમખ ન મેલું મુખડું તમારું
વારે વારે વાલમ તમપર પ્રાણ લેઇ વારું;  આવોને ૩
જોઇ રહું મારાં જીવન તમને ચંદજ્યું ચકોરી;
પ્રેમાનંદના નાથજી મારી છો જીવનદોરી.  આવોને. ૪

મૂળ પદ

નાથજી નિરખીને મારાં લોચન લોભાણાં, મોહનજીની મૂર્તિમાં મારા મનડાં પ્રોવાણાં

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી