ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪

ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી	...ટેક.
કાજુ નૌતમ જામા જરકસિયા, શોભે પાઘડલી શિર સોનેરી	...૧
નંગ જડિયેલ બાજુ બેરખડા, કર પોંચી હેમ કડાં પે’રી	...૨
તમે રસિયા રંગડાના ભરિયા, મુખ મોરલડી વાતા ઘેરી	...૩
બ્રહ્માનંદના છેલા છોગાળા, ચાલો ચાલ મલપતા ગજ કેરી	...૪
 

મૂળ પદ

ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦

ઓરા આવો મારા લેરખડા લે'રી .........(૪૯-૩૦)

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- આપણા કવિવર શ્રી સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી શીઘ્રકવિ હતા. એવું પ્રસ્તુત પદની ઉત્પત્તિના ઈતિહાસને જાણતાં નક્કી થાય છે. તેઓ કીર્તનો રચે ત્યારે તેમને શબ્દો શોધવા ન પડે. શબ્દો પોતે જ તેની સામે આવીને ખડા થઈ જાય. સ્વામી વાતની વાતમાં કીર્તન રચી કાઢે, તેનો એક અદ્ભુત પ્રસંગ જોઈએ. શ્રીજી મહારાજ ગઢડાનું મંદિર કરાવી રહ્યાં છે. સૌ સંતો-ભક્તો તનતોડ સેવા કરી રહ્યાં છે. એક વખત મહારાજ સંતો સહિત ઘેલાને કાંઠે પધાર્યા. પાયામાં નાખવા માટે ઘેલા નદીમાંથી પથ્થરા એકઠા કરવાનું કામ ખૂબજ ઝડપથી શરૂ કરાવ્યું. ઝડપભેર કામ કરતા સૌ સંતોને થાક લાગ્યો. એટલે વિશ્રાંતિ લેવા પથ્થરના એક ઢગલા ઉપર મહારાજ બેઠા અને સામેના ઢગલા ઉપર સૌ સંતો બેઠા. મહારાજ કહે “સંતો ! અહીં ઓરા આવીને બેસોને!” તો સંતો કહે “મહારાજ ! તમે જ અહીં પધારોને! અહીં બેસવાનું ઠીક પડશે.” એમ કહી સૌ સંતોએ પોતપોતાની ચાદરો પાથરી દીધી. મહારાજ કહે સંતો તમે અહીં આવો અને સંતો કહે મહારાજ તમે અહીં પધારો. આમ, મીઠી રકઝક ચાલે છે. ત્યાં બ્રહ્માનંદસ્વામીએ ઊભા થઈને હાથ લાંબો કરીને નવરચિત કીર્તન સ્વરૂપે નમ્રભરી વિનંતી કરતાં કહ્યું કે, “તમે ઓરા આવો મહારાજ, મારા નાથ! મારા લેરખડા લહેરી! અહીં પધારો.” એમ કહી વાતની વાતમાં હેતાળ, પ્રેમાળ અને લાગણીભર્યા શબ્દોથી ચાર પદ રચી ગાઈ નાખ્યાં. આ રહી એ પ્રેમભીના પાતળિયાની અને સ્નેહી સંતોની મીઠી રકઝકની પ્રસાદી.

વિવેચન

ભાવાર્થઃ- સ્વામી મહારાજને વિનંતી કરતાં કહે છે કે અહીં ઓરા આવો મારા લાડીલા લાલ ! અમે તમારાં માટે જગતના સુખની સાથે વેર કર્યું છે. તો હવે તમારાં દર્શ-સ્પર્શનું સુખ તો આપો. IIટેક.II સ્વામી સૌ પ્રથમ એ સમયે શ્રીહરિએ પહેરેલ સુંદર શણગારનું વર્ણન કરે છે. સુંદર નૌતમ ઝરી જડાવ ઝામો પહેર્યો છે. સહજાનંદના શિર ઉપર સોનેરી રંગની પાઘડલી શોભી રહી છે. II૧II બંને હાથે નંગજડિત બેરખા પહેર્યા છે. હેમનાં કડાં અને સુંદર કલાત્મક પોંચી હરિના હાથમાં શોભી રહી છે. II૨II હે રસના રસિયા ! ભક્તોને લાડ લડાવવારૂપ રંગડાના તો આપ લ્હેરી છો. આનંદસભર છો. આપના મુખમાંથી નીકળતી મીઠી –મધુરી વાણી જાણે મોરલીના સ્વરને ઝાંખી કરાવતી હોય ને શું ? માટે સ્વામી કહે છે કે છેલ–છોગાળા ! ગજગતિ ચાલથી ચાલી મૃદુહાસ્ય સાથે આ સંતોને સુખ આપવા અહીં પધારો. II૩ થી ૪II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજુભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
3
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

ભક્તિગીત
Live
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
3
2