તેરી સામરી સુરતપર હો વારિયાં, મેરો મન બસ કીનો, ૧/૪

પદ ૧૨૮૬ મું. – રાગ ભૈરવી.૧/૪

તેરી સામરી સુરતપર હો વારિયાં, મેરો મન બસ કીનો,

મેરો ચિત્ત હર લીનો. તેરી. ટેક

શ્યામ સુંદર તેરી રૂપછટા પર, કોટિ મદનછબી વારી ડારિયાં. તેરી. ૧

સુખકો સદન તેરો બદન સાવરો, અખિયાં કમલદલ અનુસારિયાં. તેરી. ૨

મુસકની મંદ ચપલ ચિતવનીમે, બસ કીની સબ બ્રજનારિયાં. તેરી. ૩

પ્રેમાનંદ લખી લટક લાલ તેરી, ફીરત મગન નીત ઉર ધારિયાં. તેરી. ૪

મૂળ પદ

તેરી સામરી સુરતપર હો વારિયાં, મેરો મન બસ કીનો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

એક વાર શ્રીજીમહારાજ અમદાવાદ પધાર્યા હતા..મહારાજ કેટલાક દિવસ અહીં રોકાયા. એ દરમ્યાન એક દિવસ બધી સાંખ્યયોગી બાઈઓએ મળીને મહારાજને રસોઈ દીધી. શ્રીજીમહારાજને થાળ જમાડ્યા બાદ સાંખ્યયોગી બાઈઓને જમવા બેસવાનું હતું. રસોઈ થોડી થઈ હતી તેથી બ્રહ્મચારીએ મહારાજને કહ્યું : “મહારાજ ! રસોઈ બધાને પૂગશે નહિ. જો કહો તો વધારે રાંધીએ .” મહારાજ આ સંભાળીને હસ્યા અને પછી કહે: “ એ તો ઘણી થઇ પડશે. લાવો, અમે જ પીરસીએ .” એમ કહી મહારાજે શણગાર સોતાં બાઈઓની પંક્તિમાં પીરસવા માંડ્યું. શોભાયમાન સલૂણાં‌ શ્યામની મનમોહક મૂર્તિના દર્શન કરી સૌના ચિત્તની વૃતિ મહારાજમાં જ ચોંટી ગઈ ને બધાય એમાં તદ્રુપ થઈ ગયાં. મહારાજે એક વાર પીરસ્યું તે પણ કોઇથી જમી શકાયું નહિ. પ્રેમાનંદ સ્વામી તો અખંડ મહારાજની હજૂરમાં રહેતા એટલે એ વખતે પણ સ્વામી એક બાજુ ઊભા ઊભા મહારાજની આ લીલા નીરખી ગાવા લાગ્યા: તેરી સાંવરી સૂરત પર હો વારિયાં , મેરો મન બસ કીન્હો , મેરો ચિત્ત હર લીનો.’

વિવેચન

આસ્વાદ: ભક્તિ શૃંગાર રસથી ભરેલું આ પદ પ્રેમસખી પ્રેમાંન્દની પરમ રસિક રચના છે. કવિનાં આવાં અનેક પદોમાં વ્રજભાષાના અષ્ટછાપ કવિઓની સીધી અસર ઝીલાઈ છે. નીત્યનવીન સૌન્દર્યના સુખદ અને મંદમંદ પરિવર્તનોમાં ચિત્તને જોડી રાખવું. એની સ્મૃતિ અને સુખાનુભવોમાં મનને લીન રાખવું , પ્રિય પાત્રના મિલન-પ્રાપ્તિના સુખનો ધીરે ધીરે આસ્વાદ કરવો અને હ્રદયનાં સૂક્ષ્મ પ્રણય સંવેદનો પ્રગટ કરવા એ ભક્તિ-ક્રમિક અને મંદ હોય છે. જેથી ચિત્ત એનામાં અખંડ લીન રહ્યા કરે છે અને ત્યારે ભક્તિશૃંગારના તથા હ્રદયપ્રસન્નતાનાં અપૂર્વ ઉદ્‌ગારો ખડા થાય છે . ‘તેરી સાંવરી સૂરત પર હો વારિયાં,’ પ્રેમાનંદ પ્રભુની સૂરત પર વારી ગયા છે, ન્યોચ્છાવર થઈ ગયા છે. પ્રભુનું રૂપસૌન્દર્ય અપૂર્વ છે. એની રસિક મૂર્તિની મોહિની માદક છે. સુંદર મુખારવિંદ , મંદ ‘મુસકની ‘ – ( કવિએ મંદ સ્મિત માટે સુંદર શબ્દપ્રયોગ અહીં આપ્યો છે.) અલૌકિક લટકા , કમળદળ લોચન એ સર્વે ઘનશ્યામસુંદરની મોહિની મૂર્તિનાં‌ આકર્ષણ છે. તેથી જ પ્રેમાનંદ કહે છે કે પ્રભુ! તારી રૂપછટા પર તો કરોડો કામદેવના રૂપ પણ કુરબાન છે. તારુ સ્વરૂપ જ સુખનું ધામ છે. તારુ મંદ મંદ હાસ્ય ચંચળ ચિત્તમાં પણ ચોંટી જાય છે અને તારી એ મોહક મુસ્કાને જ આ પ્રેમી હરિભક્તોને વશ કરી લીધા છે. પ્રભુની મનમોહક મોહિનીને અંતરમાં ધારીને પ્રેમાનંદ ભક્તિના આંનંદરસમાં નિમગ્ન બને છે. અ પદમાં પેમાનંદની શબ્દલયની સુંદર માધુરી પ્રગટ થાય છે. ભૈરવી રાગમાં ત્રણેય પરના પ્રભુત્વને નિ:શંક સ્થાપે છે. ‘ પ્રેમાનંદ લખી લટક લાલ તેરી’ જેવી ઉક્તિમાં આંતરપ્રાસનો વિનિયોગ ધ્યાન ખેંચે તેવો છે. ભરી સભામાં ઝોલું આવતાં બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ભેરખો માર્યો, ‘આપની મૂર્તિનું ધ્યાન કરતો હતો’ એવા બ્રહ્માનંદના ખુલાસા સામે મહારાજે એ અંગેનુંકીર્તન બોલવાની આજ્ઞા આપી ત્યારે બ્રહ્માંનંદે પ્રગલ્ભ સવારે લલકાર્યું: ‘ તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે ......’

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

સાંવરી સૂરત
Studio
Audio
0
0