આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉરે; ૧/૪

આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉં રે...ટેક.
મોહન મુખડું નીરખું સુંદર, શામળિયા શિરદાર;
	તન મન પ્રાણ લઈને વારું, વારણે વાર હજાર	...વાલમ૦ ૧
રૂપાળા છો રાજીવલોચન, નટવર નંદકુમાર;
	નેણાં મારાં તૃપ્ત નથી થાતાં, નીરખી પ્રાણઆધાર	...વાલમ૦ ૨
મનડું મારું મોહી રહ્યું છે, સુંદર જોઈ શણગાર;
	માથે મુગટ રત્ન જડાઉ, કુંડળ મકરાકાર		...વાલમ૦ ૩
નીલ કલેવર ચરચિત ચંદન, કટીપટ પીત ઉદાર;
	પ્રેમાનંદ કે વારું વદન પર, કોટી મદન વાર વાર	...વાલમ૦ ૪
 

મૂળ પદ

આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉરે;

મળતા રાગ

ભૈરવી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી