આવો મારા મીઠડા બોલા માવ, વાલમ વહાલા લાગો રે. ૨/૪

આવો મારા મીઠડા બોલા માવ, વાલમ વહાલા લાગો રે	...ટેક.
વાલમ મુજને વહાલા લાગો બહુ, નટવર સુંદર નાવ;
	હેત કરી હૈયા પર રાખું, રસિયા જાદવરાય		...વાલમ૦ ૧
પલંગ ઉપર પધરાવું પ્યારા, દૂધડે પખાળું પાવ;
	ભૂધર ભેટું પ્રેમ કરી મારે, ઘણા દિવસનો ભાવ	...વાલમ૦ ૨
કેશર ચંદન ચરચી કરું, ફૂલડામાં ગરકાવ;
	આંખડલીથી અળગા ન મેલું, શોભાના દરિયાવ	...વાલમ૦ ૩
જેમ રાજી રહો તેમ કરું હરિ, ન જોવું ન્યાય અન્યાવ;
	પ્રેમાનંદના નાથજી તમ પર, પ્રાણ કરું નોછાવ	...વાલમ૦ ૪
 

મૂળ પદ

આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉરે;

મળતા રાગ

ભૈરવી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0