આવો ઓરા રસિયા રાજીવ નેણ, જીવન જોઇને જીવુંરે. ૩/૪

આવો ઓરા રસિયા રાજીવનેણ, જીવન જોઈને જીવું રે	...ટેક.
નટવર નાગર શોભાના સાગર, સુંદરવર સુખદેણ;
	આંખડલીમાં અમૃત વરસે, વહાલા લાગે વેણ	...જીવન૦ ૧
મુખની મીઠી વાતુ સાંભળતાં, મનડું થયું છે મેણ;
	કેશવ તમ કેડે ભમતું ફરે છે, જંપ નથી દિનરેણ	...જીવન૦ ૨
લોક કુટુંબ સહુ કૂટી થાક્યાં, કોઈનું ન માને કેણ;
	પ્રીતમ તમ સંગ પ્રીત બંધાણી, જાણી સાચા સેણ	...જીવન૦ ૩
સંસારિયાં સહુ ઝેર થયાં જાણે, જેવું કડવું અફેણ;
	પ્રેમાનંદના પ્યારા તમ વિના, ક્યાંયે ન સુખચેણ	...જીવન૦ ૪
 

મૂળ પદ

આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉરે;

મળતા રાગ

ભૈરવી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી