આવો મારા નાથજી નાના૧/૪

પદ ૧૩૨૦ મું. - રાગ સામેરી ૧/૪

આવો મારા નાથજી નાના;  આવો ટેક
ઓરા આવો અલબેલડા, આપુ રમકડા રમવાનાં  આવો. ૧
મોહન ખાશોમા માટોડી છેટે જાઇને છાના;
સાકર નાખીને શ્યામને પાવું દૂધ દોઇ ગાના.  આવો. ૨
જોવું જીવન તારા મુખમાં, શું ખાધું છે કાના;
મુખડું ઉઘાડ તુમ માવજી, વેણ માનીને માતાના.*  આવો. ૩
મુખમાં દેખાડ્યું વિશ્વને મન ભ્રાંત જશોદાના;
પ્રેમાનંદ કે' જશોમતિ લીયે વારણા વહાલાના.  આવો. ૪
*”માના” પાઠાન્તર છે.
 

મૂળ પદ

આવો મારા નાથજી નાના;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી