વર્યા મેં તો વનમાળી રે, શિરને સાટે, તનડાની આશા ત્યાગી ૨/૪

વર્યા મેં તો વનમાળી રે, શિરને સાટે...વર્યા૦ ટેક.
તનડાની આશા ત્યાગી, લગની એ સાથે લાગી;
	મોહી હું ભૂધર ભાળી રે...શિર૦ ૧
સંસારનાં સુખ એવાં, ઝાંઝવાનાં પાણી જેવાં;
	તુચ્છ જાણી આશા ટાળી રે...શિર૦ ૨
પરણી પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો;
	રંડાપાની બીક ટાળી રે...શિર૦ ૩
બ્રહ્માનંદ કેરે વહાલે, કર સા’યો નંદલાલે;
	થઈ હું તો મતવાલી રે...શિર૦ ૪
 

મૂળ પદ

મુખડાની માયા લાગી રે, મોહન તારા

મળતા રાગ

મેવાડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તન કૌસ્તુભ
Studio
Audio
0
0