ઘેલું કીધું ગોકુલ ગોવાળે૩/૪

પદ ૧૩૨૨ મું.૩/૪
 
ઘેલું કીધું ગોકુલ ગોવાળે;  ઘેલું ટેક
વશ કીધી વ્રજ વનિતા, વહાલે નેણતણે ચાળે.  ઘેલું. ૧.
ગોવરધન કાન કર ધર્યો, રાખ્યું ગોકુળ ગોવાળે;
વછ વૃષભ વહાલે ભેદિયા, માર્યો કેશી કૃષ્ણ કાળે.  ઘેલું ૨
સરવે ગળ્યા ગોપ વાછરુંરે, અઘાસુર વિક્રાળે;
મોહન, મુખમાં પેશીને, સરવે છોડ્યાં * છોગાળે.  ઘેલું ૩
માર્યો અઘાસુર પળમાં બક ચીર્યો તે સઉ ભાળે;
પ્રેમાનંદને નાથજી, વાઇ મોરલી તે મરમાળે  ઘેલું ૪

*છોડ્યા પાઠાન્તર છે. 

મૂળ પદ

આવો મારા નાથજી નાના;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી